GJ
RentAgreement Tool by Rikesh Patel
INDIA Legal Tools

ભાડા કરાર

આ ભાડા કરાર આજના રોજ તારીખ __________ ના રોજ __________ મુકામે નીચે સહી કરનાર પક્ષકારો વચ્ચે કરવામાં આવેલ છે.

(1) લખનાર (મકાન માલિક): ____________________,
રહેવાસી: ____________________.
(જેઓને હવે પછી આ લખાણમાં "મકાન માલિક" તરીકે સંબોધવામાં આવશે).

(2) લખાવનાર (ભાડુઆત): ____________________,
રહેવાસી: ____________________,
આધાર નંબર: ________________, મોબાઈલ: ________________.
(જેઓને હવે પછી આ લખાણમાં "ભાડુઆત" તરીકે સંબોધવામાં આવશે).

જત, મકાન માલિકની સ્વતંત્ર માલિકીની મિલકત નીચે જણાવેલ સરનામે આવેલી છે:
સરનામું: _________________________________.

આ જગ્યા ભાડુઆતે વાપરવા માગતા હોવાથી, મકાન માલિકે તે ભાડે આપવાનું કબુલ કરેલ છે અને તે અંગેની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે:

  1. આ ભાડા કરારની મુદત ૧૧ (અગિયાર) મહિના માટે નક્કી કરવામાં આવેલ છે. જે તારીખ __________ થી અમલમાં આવશે.
  2. મજકુર જગ્યાનું માસિક ભાડું રૂ. ____/- (શબ્દોમાં: ____ પૂરા) નક્કી કરવામાં આવેલ છે. જે ભાડુઆતે દર મહિને નિયમિત ચૂકવી આપવાનું રહેશે.
  3. ભાડુઆતે મકાન માલિકને સિક્યોરિટી ડિપોઝિટ પેટે રૂ. ____/- આપેલ છે. જે કરાર પૂરો થયે પરત કરવાના રહેશે.
  4. લાઇટબીલ તથા ગેસબીલ વપરાશ મુજબ ભાડુઆતે અલગથી ભરવાનું રહેશે.
  5. ભાડુઆત આ જગ્યાનો ઉપયોગ માત્ર રહેણાંક હેતુ માટે જ કરશે. અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે નહિ.
  6. ભાડુઆત આ જગ્યા અન્ય કોઈને પેટા ભાડે (Sub-let) આપી શકશે નહિ.
  7. મકાન માલિક મિલકતની તપાસણી કરવા માટે વાજબી સમયે આવી શકશે.
  8. કોઈપણ કારણસર આ જગ્યા ખાલી કરાવવી હોય તો બન્ને પક્ષે એક મહિનાની નોટીસ આપવાની રહેશે.
અન્ય શરતો / નોંધ (હાથેથી લખવી)

અમો બંને પક્ષકારોએ આ લખાણ વાંચી, સમજી, વિચારીને રાજીખુશીથી સાક્ષીઓની રૂબરૂમાં સહીઓ કરેલ છે.

Photo
મકાન માલિકની સહી
(__________________)
Photo
ભાડુઆતની સહી
(__________________)
સાક્ષીઓની સહી:
(1) ______________________ સહી: __________________
(2) ______________________ સહી: __________________